અમેરિકાથી વધુ 487 ભારતીયોને ડીપોર્ટ કરાશે

અમેરિકાથી વધુ 487 ભારતીયોને ડીપોર્ટ કરાશે

અમેરિકાથી વધુ 487 ભારતીયોને ડીપોર્ટ કરાશે

Blog Article

અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને પરત મોકલ્યા હતા. આ અંગે ભારત સરકારે જણાવ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા વધુ 487 ભારતીયોને ડીપોર્ટ કરવાનો આદેશ અપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે તાજેતરમાં ડીપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથે દુર્વ્યવહારનો મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની ખાતરી પણ આપી છે. ઉલ્લેખનીય છે, ડીપોર્ટેશનની પ્રક્રિયા લાંબા સમયથી અમલમાં છે. ભારતના વિદેશ સચિવે જણાવ્યું હતું કે, ગેરકાયદે ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપતાં એજન્ટ્સ, અને નેટવર્ક્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે ગેરકાયદે ઈમિગ્રેશનને વેગ આપતી સમગ્ર ઈકોસિસ્ટમ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવી હતી.

Report this page